Tuesday, April 30, 2013

Saturday, April 27, 2013

શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક

શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક

ભાવનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની વેબસાઈટ
ગુજરાત રાજ્ય કેળવણી નિરીક્ષક સંઘની વેબસાઈટ


પ્રાથમિક શાળાના બ્લોગ

પ્રાથમિક શાળા- તેલાવ, તા.સાણંદ, જી.અમદાવાદ
* પ્રાથમિક મિશ્રશાળા- નવી વસાહત(વેડચ), તા.જંબુસર, જી.ભરૂચ.
પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ
* પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ
* પ્રાથમિક શાળા- નવા નદીસર, તા.ગોધરા, જી.પંચમહાલ
* પ્રાથમિક શાળા- ઝુંડાળા, તા.જસદણ, જી.રાજકોટ
* પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા
* શ્રી માલાશ્રમ પ્રાથમિક શાળા- તા.કોડીનાર, જી.જૂનાગઢ
* પ્રાથમિક શાળા-મોહનપુરા(કુશ્કી), તા.ઇડર, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-ભાચુંડા, તા.અબડાસા,જી.કચ્છ
* પ્રાથમિક શાળા-પાટણ, તા.જામજોધપુર, જી.જામનગર
* ગુમડા મસ્જીદ પ્રાથમિક કન્યા શાળા- પાટણ
હણોલ પ્રાથમિક શાળા
* શ્રી આંબરડી પ્રાથમિક શાળા-આંબરડી, તાં.ધારી, જી.અમરેલી
* કન્યાશાળા- બગસરા
* શ્રી ઝીક્ડી પ્રાથમિક શાળા.
* અલીદાર કુમારશાળા
* પ્રાથમિક શાળા- ટીંબા
* પ્રાથમિક શાળા-દંતાલી, તાં.કપડવંજ, જી.ખેડા
* પ્રાથમિક શાળા-અહમદપુર, તાં.તલોદ, જી.સાબરકાંઠા
* શ્રી કુંજ પ્રાથમિક શાળા – ગોંડલ, તા. ગોંડલ જિ. રાજકોટ
* ઘેલડાપ્રાથમિકશાળા,તા-દેત્રોજ,જી-અમદાવાદ
* વજાપરા (ડુ) પ્રાથમિક શાળા , તા.દિયોદર, જી.બનાસકાંઠા
* પ્રજ્ઞાશાળા કેશરડી,તા-બાવળા,જિ-અમદાવાદ
* રામનગર પે સેન્ટર શાળા-કોડીનાર, જી.જુનાગઢ.
* શ્રી પાનસડા પ્રા. શાળા, તા. બાબરા જી. અમરેલી મુ. પાનસડા પી.ન. ૩૬૫૪૨૧
* Patiya Main Primary School Garbad
* કરદેજ કન્યાશાળા,
શ્રી કરજાળા પ્રાથમિક શાળા તા.સાવરકુંડલા જિ. અમરેલી

* બનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા
* પ્રાથમિક શાળા સંગાસર, તા.બરવાળા, જી.અમદાવાદ
* શ્રી કુણી મુખ્ય પ્રાથમિક શાળા-ઝાલોદ, જી.દાહોદ 

પ્રાથમિક શાળાની વેબસાઈટ
* પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી


સી.આર.સી. બ્લોગ
* સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ
* સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ
* સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
* સી.આર.સી. સઈ દેવળીયા,
* સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ
* સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)
* સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ
* સી.આર.સી. એરાલ,
* સી.આર.સી. રાલેજ, તા.ખંભાત, જી.આણંદ
* સી.આર.સી. નવાખલ, તા.આંકલાવ, જી.આણંદ
* જૂથ સંશાધન કેન્દ્ર- અલારસા
* સી.આર.સી. નંબર-૪ આર.એમ.સી. રાજકોટ (બ્લોગ-૧)
* સી.આર.સી. નંબર-૪ આર.એમ.સી. રાજકોટ (બ્લોગ-૨)
* સી.આર.સી. ડાંગરવા, તા. દેત્રોજ, જીલ્લો. અમદાવાદ

* સીઆરસી- મીઠી પાલડી, તા.દિયોદર, જી.બનાસકાંઠા

બી.આર.સી. બ્લોગ
* બી.આર.સી. પોરબંદર
* બી.આર.સી. ધોરાજી
* બી.આર.સી. કોડીનાર

શિક્ષક ઉપયોગી અન્ય બ્લોગ તથા વેબસાઈટ
* જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
* જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા
* અમરેલી જીલ્લા આચાર્ય સંઘ 
* તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ
* શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ
* અભ્યાસક્રમ (કમલેશભાઈ ઝાપડીયાનો શૈક્ષણિક બ્લોગ)
* રવિન્દ્ર ડી સરવૈયાનો બ્લોગ
* જી.એચ.પટેલ નો બ્લોગ.
* પટેલ સતીશકુમારનો બ્લોગ 
* સુરેશ એન ચૌધરી - કાજીઅલીયાસણા તા-વિસનગર જી-મહેસાણા (ગુજરાત)
* ડાભી રાજેશ (DABHI RAJESH)
શ્રી. ભરતભાઈ કે. બગડા
શૈક્ષણિક – મેવાડા સાહેબ
સામાજિક – હસમુખ પટેલ
* www.drvijaykishorpatel.com
* શિક્ષણ સરોવર

* શ્રી સુભાષભાઈ ચૌહાણનો બ્લોગ
* શ્રી રોનક પટેલનો બ્લોગ
* શ્રી રમેશભાઈ ધમાસાનીયાનો બ્લોગ
* શ્રી નીમેષભાઈ સથવારાનો બ્લોગ
* વિરેન્દ્રભાઈ ગાંધીનો બ્લોગ
* હર્ષદભાઈ આસોદીયા-પ્રા.શાળા-ગણેશપુરા, તા.કડી, જી.મહેસાણા
* પ્રવીણભાઈ ડાભાણી-એજ્યુકેશનલ કોર્નર(શૈક્ષણિક)
ગવાનીયા પ્રશાંતભાઈ નો બ્લોગ
* લાઠીયા મુકેશ-માંડવા, તા.ગઢડા, જી.ભાવનગર
* પ્રિતુલ ગઢિયા-બોટાદ, જી.ભાવનગર
* શૈક્ષણિક માહિતી-ચિરાગ સુતારીયાનો બ્લોગ
* માસ્ટર મનન બુધ્ધદેવનો બ્લોગ-મોરબી, જી.રાજકોટ
* શિક્ષણ સફર- વિપુલભાઈ રાઠોડનો બ્લોગ
* વિપુલભાઈ વી પટેલનો બ્લોગ
* ભરતભાઈ સી. ચૌહાણ નો બ્લોગ 
Thanks Vijay Meharas Blogs.

નામાવલી ઓંનલાઇન

એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર એટેક કરી શકે છે

એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર એટેક કરી શકે છે

Apr 26, 2013 Offbeat
 

comment     E-Mail     Print    






Bookmark The Article

નવી દિલ્હી, તા. 26

દેશવિદેશમાં સાયબર એટેકનું જોર આજકાલ વધ્યું છે ત્યારે એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર ત્રાટકીને તમારાં બેન્કખાતાની ડિટેલ અને પાસવર્ડની ચોરી કરી શકે છે તેથી સાવધ રહેવા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર છુપાયેલા આ વાયરસ પર ક્લિક કરવાથી તે યૂઝર્સને મોટાપાયે નુકસાન પહોંચાડી શકે છે. બેન્ક એકાઉન્ટને હેક કરી શકે છે તેથી તેનાથી સાવધ રહેવા નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વાયરસ માલવેર ફેમિલી હોઈ શકે છે જેને 'વિન૩૨/રેમિટ' તરીકે ઓળખવામાં આવ્યો છે.
દેશની મુખ્ય સાયબર સિક્યોરિટી એજન્સી કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ-ઇન્ડિયા દ્વારા આ વાયરસથી સાવધ રહેવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રેમિટ વાયરસ ઈએક્સઈ અથવા તો એચટીએમએલમાં રહેલી ફાઈલોમાં ઇન્ફેક્શનથી ફેલાતો હોવાનું મનાય છે. આ વાયરસ ટ્રાન્સફર પ્રોટોકોલ પાસવર્ડ, બેન્ક એકાઉન્ટ લોગઇનમાંથી ડેટાની ચોરી કરે છે. સાથોસાથ ચેન્જ બ્રાઇઝર સેટિંગ્સ અને ડાઉનલોડ તેમજ રિમૂવેબલ મીડિયાને પણ અસર કરે છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાયરસ ઘણો ખતરનાક છે અને એન્ટિવાયરસ સોલ્યુશન્સમાં છુપાવાની ક્ષમતા ધરાવે છે. તે સિસ્ટમ અથવા તો ઇન્ટરનેટ કનેકશન પર જુદાં જુદાં સ્વરૃપે હુમલો કરી શકે છે. તેનાથી બચવા માટે યૂઝર્સે કોઈ અજાણ્યો કે શંકાસ્પદ ઈ-મેઈલ એટેચમેન્ટ ખોલવો નહિ તેમ નિષ્ણાતો કહે છે. યૂઝર્સે વેબ પેજિસ સર્ચ કરતી વખતે સાવધ રહેવા અને વિશ્વાસપાત્ર ન હોય તેવી સજઇટ્સ ન ખોલવા પણ ચેતવણી આપી છે.
 

New and Intrasting Blog

My New Blog :http://www.kishorvaland.blogspot.com

Thanks...

Friday, April 26, 2013

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

1 of 3 Photos
હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા મહિ‌લા કંડકટરને રવિવારે નિમણૂંક પત્રો આપી તાલીમ અપાશે

શહેરમાં હવે તમને જો કોઈ બસમાં મહિ‌લા કંટકટર જોવા મળે તો નવાઈ ન પામતાં, હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વિભાગમાં ૬પ મહિ‌લા કંડકટરોને આગામી રવિવારે નિમણૂંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. મહિ‌લા કંડકટરો તાલીમ મેળવી ગણતરીના દિવસોમાં જ એસ.ટી.બસોમાં પોતાની ફરજનો શુભારંભ કરશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ હિંમતનગર એસ.ટી. ડિવિઝનના કન્ટ્રોલર કમલહસને જણાવ્યુ હતું કે આગામી તા.૨૮ એપ્રિલને રવિવારે બપોરે બે વાગે કચેરીના વેલ્ફર સેન્ટરમાં ૬પ મહિ‌લા કંડકટરોને નિમણૂંકપત્ર આપવાનો કાર્યક્રમ જિલ્લાના સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, નિગમના ડિરેકટરો કે.સી.પટેલ, કુ.કૌશલ્યાકુંવરબા વિગેરેની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિ‌લા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમમાં અત્યાર સુધી પુરૂષો જ ડ્રાઇવર-કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ હવેથી મહિ‌લાઓને પણ રાજય સરકાર દ્વારા એસ.ટી. નિગમમાં કંડકટર તરીકે નિમણૂંક અપાઇ રહી છે.
આગળ વાંચો મહિલા કંડકટર દિવસે જ ફરજ બજાવશે....

મહિ‌લા કંડકટર દિવસે જ ફરજ બજાવશે
ચાર દિવસની તાલીમ અપાશે

Related Photo Features << Previous1234567...4647Next >>

પક્ષીપ્રેમ

પક્ષીપ્રેમઃ ઈડરિયા ગઢ પર જઈ પક્ષીઓની સેવા કરતો યુવાન

Bhaskar News, Idar | Apr 27, 2013, 01:51AM IST
 
 

ઇડરના જીવદયા મિત્ર મંડળે અનોખો પ્રેમ દાખવ્યો છે.જેના ભાગરૂપે યુવાનો દરરોજ ઘરે ઘરે ફરીને પસ્તી ઉઘરાવી તેમાંથી જે આવક થાય તે પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીમાં ખર્ચે છે.
આ અંગે જીવદયા મિત્ર મંડળના ઉદય રૂપેરા, રોહિ‌ત રામી, કેવલ રાવલ સહિ‌તના યુવાનો કહે છે કે માણસને તરસ લાગે તો ગમે ત્યાં જઇને પાણી પી શકે છે. પરંતુ પશુ-પક્ષીઓ માટે તે શકય નથી. જેથી જીવદયા મિત્ર મંડળ શરૂ કરીને અમે લોકો દરરોજ ગામમાંથી પસ્તી ઉઘરાવીએ છીએ અને તેમાંથી જે આવક થાય છે તે દ્વારા દરરોજ પશુ-પક્ષીઓ માટે રોટલી, ચવાણુ, બિસ્કીટ અને પાણી ખરીદવામાં આવે છે.
ત્યારબાદ અમે બધા મિત્રો તે લઇને ઇડરીયાગઢ પર આવેલ મહાકાલેશ્વર, કર્ણનાથ મહાદેવ તેમજ અન્ય નર્જિન સ્થળે જઇને પક્ષી ઓને ખવડાવીએ છીએ. એટલુ જ નહિ‌ પણ અમારા આ સેવા યજ્ઞમાં લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો છે તેના કારણે અત્યારે અમારી પાસે રૂ.૬૦ હજારથી વધુનું ભંડોળ એકત્ર થયુ છે. ઉપરાંત અનેક સેવાભાવી લોકો પણ પક્ષીઓ માટે વિવિધ ચીજવસ્તુઓ આપી જાય છે.ખાસકરીને ઉનાળામાં જીવદયા મિત્ર મંડળ દ્વારા ડુંગર પર પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનો નિભાવ પણ રોજબરોજ કરાઇ રહ્યો છે. જેમાં ટીમ ભાવનાએ ખૂબ જ સહયોગ આપ્યો છે.

ઇડરના જીવદયા મિત્ર મંડળ દ્વારા ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા પોકેટમનીમાંથી કરવામાં આવે છે.-પ્રકાશ ગઢવી

 
 
 
 
 

B.K.News

મુંબઇ ગયેલા તબીબના મકાનમાં ૧૫ લાખની ચોરી

Bhaskar News, Doidar | Apr 27, 2013, 06:19AM IST
 
 

દિયોદરમાં લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને ચાર લાખ રોકડ લઇ ગયા

દિયોદરની જલારામપાર્ક સોસાયટી વિસ્તારમાં ખાનગી દવાખાનું  ચલાવતા એક તબીબના પોતાના દવાખાનાના ઉપરના માળે રહેણાંકના આવાસમાં ગુરુવારે રાત્રે તસ્કરો જાળી તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧૫.૫૧ લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી છે.
દિયોદરમાં ખાનગી દવાખાનું ચલાવતા ડૉ.. પ્રદિપભાઇ રામરતનભાઇ મહેશ્વરી બે દિવસ અગાઉ મુંબઇ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાંથી શુક્રવારે સવારે પરત આવતા હતા ત્યારે પોતાના ઘરે ચોરી થયા અંગે માલુમ પડ્યું હતું. તસ્કરોએ મકાનનાં નીચેના ભાગે જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં બારણાના લોક તોડી રૂમમાં જઇ તિજોરી તોડી તેમાં પડેલ રોકડા ચાર લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧૫,૫૧,૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ડૉ. પ્રદિપભાઇએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ડૉ.ગસ્કવા‹ડ એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.                       
તસ્કરો શું શું લઇ ગયા
રોકડા રૂપિયા ચાર લાખ, સોનાની ચેન ૧૦ નંગ, સોનાની લક્કી નંગ-૩, સોનાના ટોપલાં નંગ-૫, સોનાની બુટ્ટી, સોનાની વીંટી નંગ-૬, સોનાના પેન્ડલ નંગ-૭, ચાંદીની તોડી, ૫૦ ગ્રામ ચાંદીના સિક્કા નંગ-૬.
તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન
દિયોદરમાં તબીબીના ઘરે થયેલ ચોરીના ભેદ અંગે ચોરી કરનાર તસ્કરોએ માત્ર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ પલાયન થઇ જતા તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
તસ્કરો લેપ ટોપની બેગમાં ચોરીનો માલ લઇ ગયા
દિયોદરમાં તબીબના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં ચોરી કરવા માટે આવેલ તશ્કરો તબીબના ઘરમાં પડેલ લેપટોપ મૂકી લેપટોપની ખાલી બેગમાં રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાં ભરી પલાયન થઇ ગયા હતા.
તસ્વીર : તુષાર ત્રિવેદી

Arbuda Dham News


૧૬પ કિમી લાંબી માનવ સાંકળ રચાશે

સમગ્ર આંજણા પાટીદાર ચૌધરી સમાજનાં કુળદેવી અર્બુદા માતાજીના ભવ્ય મંદિર સંકુલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ચઢાવામાં આંજણા સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓએ મન મૂકીને માના ચરણોમાં રૂ.૭૦ લાખ જેટલી બોલી બોલતાં માતબર રકમ ચઢાવાથી એકઠી થઇ છે.
મહેસાણા - વિસનગર રોડ પર ગઢા-બાસણા સ્ટેન્ડ પાસે ભવ્ય અર્બુદા ધામનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી ૧લી જૂનથી આ સંકુલનો ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે શ્રધ્ધાપૂર્વક યોજાશે. અર્બુદા ધામના નિર્માણ માટે રથ ફેરવાયો ત્યારે આંજણા સમાજના ધર્મપ્રેમીઓએ કુલ રૂ.૪ કરોડ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી છે. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મૂર્તિ‌ઓના યજમાન સહિ‌ત વિવિધ ચઢાવામાં પણ સમાજના અગ્રણીઓએ માતબર રકમની બોલી બોલી હતી અને રૂ.૭૦ લાખ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી હતી. અર્બુદાધામના કન્વીનર નરસિંહભાઇ ચૌધરીના જણાવ્યું હતું કે, આ ભવ્ય મહોત્સવમાં અધ્ધરદેવી અર્બુદાધામ આબુ પર્વતથી માતાજીની જીવંત જ્યોત લાવવામાં આવશે. આ પ્રસંગે અધ્ધરદેવી આબુ પર્વતના ધામથી મહેસાણા નજીક નિર્માણ પામેલા અર્બુદાધામ સુધી ૧૬પ કિ.મી. માનવ સાંકળ રચાશે. જીવંત જ્યોતના પ્રસ્થાન સમયે સાંચોરના સાંસદ દેવજીભાઇ પટેલ, અખિલ આંજણા મહાસભાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી અમરારામજી ચૌધરી, અર્બુદાધામ (બાસણા)ના અધ્યક્ષ પ્રતાપભાઇ ચૌધરી સહિ‌ત સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેશે. ત્રણેય દિવસ હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે સમાજમાં સ્ત્રી-ભ્રુણ હત્યા નાબુદી માટે ૧લી જૂને રાત્રે ૯-૦૦ કલાકે મારી દીકરી લાડકવાયી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે રોટરી ક્લક અને બ્લડ બેંન્કના સહયોગથી ત્રણેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

 

Sandesh Main News Today


હરિદ્વારમાં મોદીએ કહ્યું :મહાકુંભમાં હાજરી ન આપી શક્યો તેનો અફસોસ
હરિદ્વારમાં મોદીએ કહ્યું :મહાકુંભમાં હાજરી ન આપી શક્યો તેનો અફસોસ યોગગુરુ બાબા રામદેવે શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપૂર વ...
19 hour(s) ago
Read Related : Narendra Modi   Baba Ramdev   Yoga Guru baba ramdev   patanjali yogpeeth   Haridwar   Saints   Uttarkhand   Congress   BJP  
મોદી આજે હરિદ્વારમાં,રામદેવ સાથે સંતોને પણ મળવાની શક્યતા
  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિદ્વાર જઈ રહ્યાં છે. મોદી હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ ય...
અમેરિકામાં આજમ ખાન સાથે ખરાબ વ્યવહાર! પાછા ફરવાની અપાઈ ધમકી
  ઉત્તર પ્રદેશ સરકારના નગર વિકાસ મંત્રી આજમ ખાન સાથે અમેરિકામાં ખરાબ વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આજમ ખાન...
બિહારમાં ૧૭ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારાઈ
  બે લોકોની હત્યાના આરોપમાં કોર્ટે ૧૭ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. બિહારમાં સાત વર્ષ પહેલા .......
મેક્સિકોમાં બાળકો માટે બુલેટપ્રૂફ જેકેટ
  આવતા અઠવાડિયેથી મેક્સિકોમાં બાળકો માટે બુલેટપ્રૂફ જેકેટ મળતાં થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પાછલાં છ વર્ષોમાં સિત્ત...
પુતિને પાંચ કલાકમાં ૮૫ સવાલના જવાબ આપ્યા
  રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એક ટીવી ઇન્ટર્વ્યૂની વાર્ષિક ઇવેન્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ચાર કલાક અ...  

C P F Kapat

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. 



પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
 1. 12 અંકનો પ્રાણ નંબર
 2. I PASSWORD ( Internet Password )
 3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
https://cra-nsdl.com/CRA/
પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકોછો.    




Pravindabhani blogspot.com Thanks

Odit Messez



Our Thank Full Saujanya Pravin Dabhani Blog Spot

H.S.C After Corse

What are the courses available after Std. 12th Arts stream?
It is very important to decide which course to select after passing out from Std. 12th Arts stream. Most of the students and their parents believe that the only alternative available after passing out from Std. 12th Arts faculty is to take up admission in B.A. This is a strong belief but it is far from being true. It is just a myth that the only available option after Std. 12th Arts is B.A. This myth has become very strong because students and their parents have never given a serious thought about the various courses available after Std. 12th Arts stream. Here is a list of universities and faculties offering degree courses after Std. 12th Arts.
List of universities in Gujarat
.Gujarat University, Ahmedabad
.Hemchandracharya North Gujarat University, Patan
.Sardar Patel University, Vallabhvidhyanagar
.Maharaja Sayajirao University, Vadodara
.Veer Narmad South Gujarat University, Surat
.Saurashtra University, Bhavnagar
.Bhavnagar University, Bhavnagar
.Gujarat Vidhyapeeth, Ashram Road, Ahmedabad (Deemed)
.Dr. Baba Saheb Open Universitym Shahibaug, Daffnala, Ahmedabad
.Gujarat Krushi University, Sardarnager, Dantiwada, Dist. Banaskantha (Junagadh, Anand and Navsari also has branches. There are four such universities)
.Ayurved University, Jamnagar
.Kutch University, Bhuj ( Kutch )
.Somnath Sanskrit University, Prabhaas Patan ( Veraval – Junagadh )
.Ganpat University, Gavinagar Kherva ( Mehsana ) Road
.Nirma University Ahmedabad ( Deemed )
.CEPT University, Ahmedabad ( Deemed )
.Dhirubhai Ambani University, Gandhinagar ( Deemed )
.Desai University, Nadiad ( Deemed )
.Sumandeep Vidhyapeeth, Pipaliya ( Vaghodia ) ( Deemed )
.Sardar Patel National Institute of Technology ( SVNIT ) Surat ( Deemed )
.Gujarat National Law University, Gandhinagar
.Gujarat Petroleum Univeristy, Gandhinagar
.Gujarat Technological University, Ahmedabad
.Kadi Vishwa Vidhyalay University, Gandhinagar ( Deemed )
There are 27 government universities in Gujarat.

Thanks For Edu Dipartment Gov Of Gujarat .

Monday, April 22, 2013

કેરીના વિવિધ નામ

કેરીના વિવિધ નામ

  1. સુંદરી
  2. લંગડો
  3. પાયરી
  4. નીલમ
  5. હાફુસ
  6. કાળો હાફુસ
  7. કેસર
  8. કાકડો
  9. બદામી હાફુસ
  10. શ્રાવણીયા
  11. માલદારી
  12. રેશમિયા
  13. કરેજીયા
  14. રાજાપુરી
  15. આકરો
  16. મધકપુરી
  17. તીતીયા
  18. તોતાપુરી
  19. સરદાર
  20. બારમાસી
  21. વલસાડી
  22. લીમડી
  23. સાકરીયા
  24. સિંદુરી
અમદાવામાં આવેલાં કાળુપુર ફ્રુટ બજારમાં પ્રસંગ માટે કેરીઓ લેવાં જવાનું થતાં ત્યાંના હોલસેલ  વેપારી મોમીનભાઈ  ફ્રુટવાળા પાસેથી મેળવેલી માહીતી મુજબ આ નામ છે. આ સિવાય કેટલાંય નામ અને જાત કહી હતી પણ તે યાદ રહી નથી.આપની જાણકારી હોય તો નામમાં ઉમેરો કરી શકાય .
ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

શ્રીફળ

શ્રીફળ


હિંદુસ્તાનમાં મંદિરોમાં ધરાવાતી સૌથી વધારે પ્રચલિત વસ્તુ શ્રીફળ છે. લગ્ન, તહેવારો, નવા વાહન, ઉદ્દઘાટન, ગૃહપ્રવેશ વગેરે પ્રસંગોએ પણ શ્રીફળ વધેરાય છે. આંબાનાં પાન અને શ્રીફળથી શોભતા જળ ભરેલા કળશની શુભ પ્રસંગે પૂજા થાય છે અને મહેમાનોનું સ્વાગત કરવામાં પણ તે વપરાય છે. હોમ હવન આદિ પ્રસંગે શ્રીફળ યજ્ઞવેદીમાં પણ પધરાવાય છે. શ્રીફળને વધેરીને ભગવાનની સન્મુખ રખાય છે. પછી તે પ્રસાદ તરીકે વહેંચાય છે. પ્રભુને પ્રસન્ન કરવા અને ઈચ્છાપૂર્તિ માટે પણ તે ધરાવાય છે.એક કાળ હતો જ્યારે, આપણી પાશવી વૃત્તિઓના પ્રતીકરૂપે, ભગવાનને પશુબલિ અપાતી હતી. આ પ્રથા ધીમે ધીમે બંધ થઈ અને તેના સ્થાને શ્રીફળને હોમવાની શરૂઆત થઈ. શ્રીફળ ઉપરનાં સૂકાં છોતરાં, ચોટલીના ભાગ સિવાય, છોલી નાખવામાં આવે છે. શ્રીફળ ઉપરની નિશાનીઓથી તે માનવમસ્તક જેવું દેખાય છે. અહંના નાશના પ્રતીકરૂપે શ્રીફળ ફોડવામાં આવે છે. મનની વાસનાના રૂપી એનું જળ અને મનરૂપી અંદરની સફેદ મલાઈ ભગવાનને ધરાવાય છે. આ રીતે પ્રભુના સ્પર્શથી શુદ્ધ થયેલું મન પ્રસાદ બને છે.સાધકનો આધ્યાત્મિક વિકાસ લીલા નારિયેળના પાણીથી અભિષેક – પૂજા કરવાથી થાય છે. એમ માનવામાં આવે છે.નારિયેળ નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. નારિયેળીના વૃક્ષનો દરેક ભાગ – તેનું થડ, પાંદડાં, ફળ, કાથી વગેરે છાપરું કરવા, સાદડી, આસન, તેલ, સાબુ, સ્વાદિષ્‍ટ રસોઈ વગેરેમાં વપરાય છે. તે જમીનમાંથી ક્ષારવાળું પાણી ચૂસે છે અને તેનું ખૂબ ફાયદાકારક અને મીઠા જળમાં રૂપાંતર કરે છે. આયુર્વેદનાં અનેક ઔષધ બનાવવામાં તથા અન્ય ઔષધ પદ્ધતિઓમાં તેનો ઉપયોગ થાય છે.છોલેલા નારિયેળ ઉપરની નિશાનીઓથી તે ત્રિનેત્રશ્વર ભગવાન શિવના જેવું દેખાય છે અને તેથી તે ઈચ્છાપૂર્તિ કરનારું ગણાય છે. ભગવાન અથવા જ્ઞાનીરૂપે પૂજામાં, સુશોભિત કળશ ઉપર શ્રીફળને મૂકીને, તેને ફૂલહાર પહેરાવીને પૂજવામાં આવે છે.

ગુજરાતના બધા સિંહ મઘ્ય પ્રદેશમાં ખસેડવાના નથી SaveLion

સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે પણ સિંહો ખસેડવાનો મુદ્દો પ્રાણીસંરક્ષણ કરતાં વધારે ગૌરવના રાજકારણનો છે. એટલે સ્વાભાવિક રીતે જ આ મુદ્દે ઘણા ગૂંચવાડા પ્રવર્તે છે.

વિશ્વભરમાં એક માત્ર ગીરના વિસ્તારમાં જોવા મળતા એશિયાઇ સિંહોને મઘ્ય પ્રદેશ ખસેડવાના મુદ્દાને રાજકારણ અને પ્રાદેશિક ગૌરવ બાજુ પર મૂકીને તપાસવા જેવો છે. એમ કરતાં કેટલાક પાયાના અને નોંધપાત્ર મુદ્દા ઘ્યાનમાં આવે છે.

ગુજરાતના બધા સિંહ મઘ્ય પ્રદેશમાં ખસેડવાના નથી

સાવ પ્રાથમિક અને પાયાની હોવા છતાં આ સ્પષ્ટતા જરૂરી છે. ‘ગુજરાતગૌરવ’, ‘ગુજરાતને અન્યાય’ અને ‘ગુજરાતવિરોધીઓનું કાવતરું’ની સરકારપ્રેરિત પરંપરાગત મનોદશાથી વિચારવા ટેવાયેલા ઘણા લોકો એવું માની બેઠા છે કે ગીરના બધા સિંહોને મઘ્ય પ્રદેશમાં ખસેડી દેવાના છે. તેથી ગુજરાત સિંહવિહોણું થઇ જશે.

હકીકતમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ગીરના એશિયાઇ સિંહો/ Asiatic lionsમાંથી થોડા સિંહોને જ મઘ્ય પ્રદેશ મોકલવાના છે. વર્ષ ૨૦૧૦માં ગીરમાં થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહોની કુલ સંખ્યા ૪૧૧ નોંધાઇ હતી. (૯૭ સિંહ, ૧૬૨ સિંહણ, ૧૫૨ બચ્ચાં) આ સિવાય જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કૃત્રિમ વાતાવરણમાં સિંહોના પ્રજનન અને ઉછેરનું કેન્દ્ર ચાલે છે. ત્યાં અત્યાર લગી ૧૮૦ એશિયાઇ સિંહ જન્મ્યા છે, જેમાંથી ૧૨૬ સિંહોને એશિયાઇ સિંહના પ્રતિનિધિ તરીકે દુનિયાભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે.

એટલે, જેમને એશિયાઇ સિંહ સાથે ગૌરવ અનુભવવા સિવાય બીજી કશી લેવાદેવા નથી, એવા લોકોએ ચિંતા કરવાનું કશું કારણ નથી. અદાલતના આદેશ પ્રમાણે છ મહિનામાં થોડા સિંહ મઘ્ય પ્રદેશ મોકલી આપવામાં આવે તો પણ તેમની મોટી વસ્તી ગુજરાતમાં રહેવાની છે અને તેમની પર ગૌરવ લેવાનું ચાલુ રાખી શકાશે. સાથે એવું પણ કહી શકાશે કે ‘આ મઘ્ય પ્રદેશમાં જે એશિયાઇ સિંહ તમે જુઓ છો ને? એ અમે એમને આપેલા. બાકી, બિચારા મઘ્ય પ્રદેશવાળા પાસે સિંહ ક્યાંથી હોય?’

અલબત્ત, ભારતીય પરંપરા પ્રમાણે, કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનું ગૌરવ લેવું એ સૌથી સહેલું કામ છે. કારણ કે ગૌરવ લેનારના માથે ત્યાર પછી બીજી કશી જવાબદારી રહેતી નથી- પછી તે ગૌરવ ગાંધીજીનું હોય કે ગીરના સિંહનું.

સિંહોનાં વસ્તી-વિસ્તારમાં વધઘટ

હાલમાં સૌરાષ્ટ્રમાં ૧,૪૧૨ ચો.કિલોમીટરના ગીર અભયારણ્ય સહિત ચાર ભૌગોલિક વિસ્તારોમાં એશિયાઇ સિંહોની વસ્તી વહેંચાયેલી છે. પરંતુ એક સમયે તે આખા એશિયા અને અરબસ્તાનમાં જોવા મળતા હતા. ધીમે ધીમે તેમની વસ્તી સંકોચાતી ગઇ. ભારતમાં પણ તેમનો પથારો મોટો હતો. ઉત્તર ભારત અને છેક બિહાર સુધી તેમની ડણકો સંભળાતી. પરંતુ ૧૮૩૦થી ૧૮૮૦ની વચ્ચે ભારતમાં જુદાં જુદાં સ્થળેથી સિંહનો એકડો નીકળતો ગયો અને ગીર તેમનો એકમાત્ર-છેલ્લો મુકામ બન્યું. એ તબક્કે ગીરમાં પણ માંડ ૧૨ સિંહ બચ્યા હોવાનું કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્‌સને નોંઘ્યું હતું. ત્યાર પછી તેમની સંખ્યા વધી ખરી, પણ તે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાની બહાર નીકળ્યા નહીં.

સૌરાષ્ટ્ર સિંહોને સદી ગયું હોવાનું લાગતું હતું, પણ ૧૯૬૦ના દાયકામાં તેમની સંખ્યા ઘટવા માંડી. ૧૯૬૩માં ગુજરાતના વનવિભાગે કરેલી વસ્તી ગણતરીમાં ૨૮૫ સિંહોની નોંધણી થઇ હતી, પણ પાંચ વર્ષ પછી એ આંકડો ઘટીને ૧૭૭ થઇ ગયો. ૧૯૭૪માં તેમની સંખ્યા માંડ ૧૮૦ હતી. સિંહોના સંરક્ષણ માટે 1965માં ગીરને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.  તેમ છતાં, એશિયાઇ સિંહ જેવી પ્રજાતિ એક જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર કે રાજ્યના પેટાપ્રદેશમાં વસતી હોય, એ સ્થિતિ ઘણા પ્રકૃતિપ્રેમીઓને જોખમી લાગે છે. કારણ કે પ્રમાણમાં નાના ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત એવી સિંહની વસ્તી રોગચાળાની કે કુદરતી આફતની ઝપટમાં આવી જાય અને તેનું નામોનિશાન ભૂંસાઇ જાય, એવી સંભાવના હંમેશાં ઝળુંબતી રહે છે.

આવું ન બને એ માટેના સંભવિત ઉપાયોમાં એક છેઃ સ્થાનિક સ્તરે ગુજરાત સરકાર દ્વારા રખાતી સતત કાળજી-દેખભાળ અને બીજો ઉપાય છેઃ વસ્તીમાંથી થોડા સિંહોનું સ્થળાંતર. સર્વોચ્ચ અદાલતે અત્યારે સ્થળાંતરનો બીજો ઉપાય સૂચવ્યો છે તેની પાછળ મઘ્ય પ્રદેશ પાછળનો પ્રેમ કે ગુજરાત પ્રત્યેનો અવિશ્વાસ નહીં, પણ કુદરતી આસમાની સુલતાનીનો ખોફ અને સિંહો માટે સલામતીની વધારાની એક વ્યવસ્થા મુખ્ય પરિબળ છે. અદાલતની ભાવના એવી હોય કે ન કરે નારાયણ ને ગીરના બધા સિંહોને કંઇ થઇ જાય તો પણ ભારતમાં એશિયાઇ સિંહનું અસ્તિત્ત્વ નેસ્તનાબૂદ ન થવું જોઇએ. કારણ કે, એશિયાઇ સિંહ ફક્ત ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું ગૌરવ છે, બલ્કે કુદરતનું અણમોલ સર્જન છે, જેની સલામતી અને સુરક્ષા માટે સંકુચિત ગૌરવભાનમાં સર્યા વિના બનતા પ્રયાસ કરવા જોઇએ.

સ્થાનફેરઃ જૂની સમસ્યા, નવા સવાલ

ગીરના સિંહમાંથી થોડાને બીજે વસાવવાનો વિચાર કે તેનો અમલ- કશું નવું નથી. છેક ૧૯૫૮માં ગીરના ત્રણ સિંહને ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા હતા. એ વખતે અલગ ગુજરાત રાજ્ય સ્થપાયું ન હતું. દસ વર્ષમાં ચંદ્રપ્રભા અભયારણ્યમાં સિંહોની સંખ્યા વધીને ૧૧ પર પહોંચી, એટલે બધાને એશિયાઇ સિંહોના ઉજળા ભવિષ્ય અને તેમના સ્થાનફેરની સફળતા વિશે ખાતરી થઇ. પરંતુ ત્યાર પછીના વર્ષે બધા સિંહ ગાયબ થઇ ગયા. તેમનો શિકાર થઇ ગયો કે પછી કોઇ રોગચાળાનો શિકાર બન્યા, એ જાણવા મળ્યું નહીં.

ગીરનું અભયારણ્ય સ્થપાયા પછી પણ, બધી મૂડી એક જગ્યાએ ન રાખવાની સલામત ગણતરીથી પ્રેરાઇને, થોડા સિંહોને બીજે રાખવાનું ઠરાવવામાં આવ્યું. ભારત સરકારે ત્યારે ૧૯૮૬માં મઘ્ય પ્રદેશના કુનો પાલપુર/ Kuno- Palpur અભયારણ્ય પર પસંદગી ઉતારી (જ્યાં સિંહોને મોકલવાનો આદેશ અત્યારે સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.) એ વખતની ગુજરાત સરકારે આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો.

ગુજરાત સરકારની રજૂઆત ત્યારે એવી હતી કે સિંહસંરક્ષણના અસરકારક કાર્યક્રમને લીધે ગીરના સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને તેમની સલામતીને કશો ખતરો નથી. ૧૯૮૪માં સિંહોની કુલ વસતી ૨૩૯ હતી, જે ૧૯૯૦માં વધીને ૨૮૪ થઇ. ત્યાર પછી સતત વધતી રહેલી સિંહોની વસ્તીથી ગુજરાત સરકાર સામે દેખીતી બેદરકારીનો આક્ષેપ મૂકી શકાય એવું કોઇ કારણ નથી.  વસતીવધારાને કારણે ગીરના સિંહ ‘ક્રિટિકલી એન્ડેન્જર્ડ’ (ગંભીર રીતે જોખમમાં)ને બદલે હવે ફક્ત ‘એન્ડેન્જર્ડ’ (જોખમમાં) ગણાય છે.   હકીકતમાં ગીરના સિંહો ગીરનું અભયારણ્ય છોડીને બહારના વિસ્તારોમાં ગયા છે, એ સૂચવે છે કે વસતીવધારા પછી ગીરનું અભયારણ્ય સિંહોને નાનું પડી રહ્યું છે.

સિંહોના સ્થાનફેર બાબતે મુદ્દો ગુજરાતની ક્ષમતા-અક્ષમતાનો નહીં, પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં થયેલા દુર્લભ પ્રજાતિના કેન્દ્રીકરણનો છે. અદાલતના પ્રયાસને પણ એ પ્રકાશમાં જોવો રહ્યો. પરંતુ સિંહોના હિત માટે તેમાંથી થોડાને ગુજરાતબહાર ખસેડવા જરૂરી લાગતું હોય, તો એ સિંહ માટે મઘ્ય પ્રદેશનું કુનો પાલપુર અભયારણ્ય યોગ્ય ઠેકાણું છે કે કેમ, એ મુદ્દાનો સવાલ છે.

અદાલતે અને અગાઉ ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’એ કુનો પાલપુર અભયારણ્ય પર પસંદગી ઉતારી હતી. પરંતુ ત્યાં અત્યારે વાઘ અને દીપડા પણ મોજુદ છે. પ્રાણીશાસ્ત્રીઓના મતે સિંહ અને વાઘનું સહઅસ્તિત્ત્વ (કમ સે કમ અત્યારના સમયમાં) ક્યાંય નોંધાયું નથી. એ બન્ને પ્રાણીઓ પોતપોતાની હદ અને પોતાના વિસ્તાર બાબતે અત્યંત ઝનૂની હોય છે. તેમને સાથે, એક અભયારણ્યમાં રાખવાનું ડહાપણભર્યું નથી એવો પ્રબળ મત છે. કુનો પાલપુરમાં સિંહ, વાઘ અને દીપડા એ ત્રણે એક સાથે હોય એવું અભૂતપૂર્વ જોણું ઊભું કરવા માટે પણ આ થઇ રહ્યું છે, એવો પણ એક આરોપ છે.

આરોપને બદલે નક્કર હકીકતની વાત કરીએ તો, પ્રાણીસંરક્ષણની બાબતમાં મઘ્ય પ્રદેશનો રેકોર્ડ ઉજળો નથી. ત્યાં ‘વાઘ બચાવો’ ઝુંબેશ ચાલતી હોવા છતાં છેલ્લા છ મહિનામાં પાંચ વાઘ વીજળીનો કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી ચાર વાઘ તો બાંધવગઢના પ્રખ્યાત વાઘ અભયારણ્યના હતા. લાંબા સમયથી જેના સંરક્ષણની કાર્યવાહી ચાલે છે એ વાઘની મઘ્ય પ્રદેશમાં આવી સ્થિતિ હોય, તો એશિયાઇ સિંહોને સાચવવામાં તે કેવું ઉકાળશે, એવી ચિંતા સ્વાભાવિક છે.

આટલી ચર્ચા પરથી સ્પષ્ટ છે કે વાસ્તવિક ચિંતા એશિયાઇ સિંહોમાંથી કેટલાકને બીજું ઘર આપીને તેમને સંભવિત આપત્તિથી બચાવવાની છે. તેમાં ગુજરાત વિરુદ્ધ મઘ્ય પ્રદેશનો (નર્મદા બંધવિવાદની યાદ અપાવતો) સંઘર્ષ ન હોવો જોઇએ કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ શિવરાજસિંહ ચૌહાણનો પણ આ પ્રશ્ન નથી.

સાથોસાથ, ગુજરાત સરકાર સિંહોના હિતચિંતનના એકાધિકારનું કે ‘ગુજરાતનું ગૌરવ’નું પૂંછડું પકડીને બેસી રહેવાને બદલે, સિંહોને બીજું વધારે સારું અને સલામત ઘર મળે, એ માટે વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે રજૂઆત કરે -કે સિંહોને સલામતી માટે બીજા ઘરની જરૂર નથી એવું નિષ્ણાતોની મદદથી પુરવાર કરી શકે- તો હજુ વેળા વીતી ગઇ નથી.