Friday, April 26, 2013

B.K.News

મુંબઇ ગયેલા તબીબના મકાનમાં ૧૫ લાખની ચોરી

Bhaskar News, Doidar | Apr 27, 2013, 06:19AM IST
 
 

દિયોદરમાં લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને ચાર લાખ રોકડ લઇ ગયા

દિયોદરની જલારામપાર્ક સોસાયટી વિસ્તારમાં ખાનગી દવાખાનું  ચલાવતા એક તબીબના પોતાના દવાખાનાના ઉપરના માળે રહેણાંકના આવાસમાં ગુરુવારે રાત્રે તસ્કરો જાળી તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧૫.૫૧ લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી છે.
દિયોદરમાં ખાનગી દવાખાનું ચલાવતા ડૉ.. પ્રદિપભાઇ રામરતનભાઇ મહેશ્વરી બે દિવસ અગાઉ મુંબઇ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાંથી શુક્રવારે સવારે પરત આવતા હતા ત્યારે પોતાના ઘરે ચોરી થયા અંગે માલુમ પડ્યું હતું. તસ્કરોએ મકાનનાં નીચેના ભાગે જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં બારણાના લોક તોડી રૂમમાં જઇ તિજોરી તોડી તેમાં પડેલ રોકડા ચાર લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧૫,૫૧,૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ડૉ. પ્રદિપભાઇએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ડૉ.ગસ્કવા‹ડ એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.                       
તસ્કરો શું શું લઇ ગયા
રોકડા રૂપિયા ચાર લાખ, સોનાની ચેન ૧૦ નંગ, સોનાની લક્કી નંગ-૩, સોનાના ટોપલાં નંગ-૫, સોનાની બુટ્ટી, સોનાની વીંટી નંગ-૬, સોનાના પેન્ડલ નંગ-૭, ચાંદીની તોડી, ૫૦ ગ્રામ ચાંદીના સિક્કા નંગ-૬.
તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન
દિયોદરમાં તબીબીના ઘરે થયેલ ચોરીના ભેદ અંગે ચોરી કરનાર તસ્કરોએ માત્ર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ પલાયન થઇ જતા તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
તસ્કરો લેપ ટોપની બેગમાં ચોરીનો માલ લઇ ગયા
દિયોદરમાં તબીબના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં ચોરી કરવા માટે આવેલ તશ્કરો તબીબના ઘરમાં પડેલ લેપટોપ મૂકી લેપટોપની ખાલી બેગમાં રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાં ભરી પલાયન થઇ ગયા હતા.
તસ્વીર : તુષાર ત્રિવેદી

No comments: