Sunday, April 21, 2013

Vidhya Sahayak Cess Dittel

Case Detail તા.૧૫-૭-૨૦૧૧ના રોજ ગણિત , વિજ્ઞાન અનેભાષાઓના ૬૪૯૫ જેટલા વિદ્યાસહાયક ઉમેદવારોની ભરતી માટેની જાહેરાત અપાઇહતી. ભરતી પ્રક્રિયામાં લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમની કેટેગરી પ્રમાણે મેરિટ નંબર અપાયો હતો. અનામત કક્ષાના ઉમેદવારોને અનામતની સાથે સાથે જનરલનો નંબર પણ અપાયો હતો કારણ કે , જે અનામત ઉમેદવારો ગુણવત્તાના આધારે જનરલમાં આવી શકે તેમ હોય તેવા ઉમેદવારોને જનરલમાં ગણવાની ખુદ સરકારની જ નીતિ છે. અનેક અનામત ઉમેદવારો કે જેઓ અનામત કેટેગરીમાં નિમણૂક પામી શકે તેમ હતા તેઓને પણ અન્ય ઉમેદવારોની જેમ કોલ લેટર મોકલાયા હતા પરંતુ જ્યારે અનામત કક્ષાના આ ઉમેદવારોકેન્દ્ર ીય પ્રવેશ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેઓને સત્તાવાળાઓએ આશ્ચર્યજનક રીતેતેઓને નોકરી મળી શકે તેમ નથી એમ કહી કાઢી મૂકયા હતા. સત્તાવાળાઓ દ્વારા તે માટેએવું કારણ દર્શાવાયું હતું કે , જે અનામત ઉમેદવારો મેરિટના ધોરણે જનરલમાં પસંદ થયા હતા તેઓએ સ્થળ પસંદગી વખતે તેમનો જનરલનો હક્ક જવા દઇને અનામતનો વિદ્યાસહાયકોની હક્ક ચાલુ રાખ્યો છે અને તેથી હવે તમને અનામત કેટેગરી પર નોકરી મળી શકે તેમ નથી. રાજ્ય સરકારનો આ નિર્ણય બિલકુલ ગેરકાયદે , ગેરબંધારણીય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથીવિપરિત હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. અનામત ઉમેદવારોની આ દલીલો સિંગલ જજે ગ્રાહ્ય રાખી તેઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજનો અગાઉનો હુકમ શું હતો ? જસ્ટિસ અનંત દવેએ જણાવ્યું હતું કે , એવો કોઇકાયદાકીય નિયમ (સ્ટેચ્યુટ રૂલ્સ) નથી કે, અનામત કક્ષાનો ઉમેદવારગુણવત્તાના ધોરણે જનરલ કેટેગરીમાં આવતો હોય તો સ્થળ પંસદગી સમયે તેને અનામત કેટેગરીમાં નિમણૂક આપી દેવી અને તેથી આ પ્રકારે નિમણૂક આપી દેવાનું રાજ્ય સરકારનું કૃત્ય યોગ્ય કે ન્યાયોચિત ના કહી શકાય. સુપ્રીમ કોર્ટના ૧૯૯૬ના રિતેશ શાહના કેસમાં અપાયેલા ચુકાદાના નિરીક્ષણોને સરકારે અનુસરવાની જરૂર હતી. જે મુજબ , અનામતનો ઉમેદવાર મેરિટનાધોરણે જનરલમાં આવતો હોય તો તેને અનામત કક્ષામાં નહીં ગણીને જનરલમાં જ ગણવો પડે. નોકરીની જગ્યાઓ ભરવાની આ જ પદ્ધતિ છે. આ ચુકાદાથી નારાજ થઇ ગુજરાત સરકારે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ એલપીએ દાખલ કરી હતી. અનામત કેટેગરીના ઉમદવારો તરફથી ખંડપીઠસમક્ષ સાચું વાસ્તવિક ચિત્ર રજૂ કરાતાં જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ મોહિન્દર પાલની ખંડપીઠે રાજ્યસરકારની અપીલ ફગાવી દીધી હતી

No comments: