Friday, April 26, 2013

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

1 of 3 Photos
હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા મહિ‌લા કંડકટરને રવિવારે નિમણૂંક પત્રો આપી તાલીમ અપાશે

શહેરમાં હવે તમને જો કોઈ બસમાં મહિ‌લા કંટકટર જોવા મળે તો નવાઈ ન પામતાં, હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વિભાગમાં ૬પ મહિ‌લા કંડકટરોને આગામી રવિવારે નિમણૂંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. મહિ‌લા કંડકટરો તાલીમ મેળવી ગણતરીના દિવસોમાં જ એસ.ટી.બસોમાં પોતાની ફરજનો શુભારંભ કરશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ હિંમતનગર એસ.ટી. ડિવિઝનના કન્ટ્રોલર કમલહસને જણાવ્યુ હતું કે આગામી તા.૨૮ એપ્રિલને રવિવારે બપોરે બે વાગે કચેરીના વેલ્ફર સેન્ટરમાં ૬પ મહિ‌લા કંડકટરોને નિમણૂંકપત્ર આપવાનો કાર્યક્રમ જિલ્લાના સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, નિગમના ડિરેકટરો કે.સી.પટેલ, કુ.કૌશલ્યાકુંવરબા વિગેરેની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિ‌લા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમમાં અત્યાર સુધી પુરૂષો જ ડ્રાઇવર-કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ હવેથી મહિ‌લાઓને પણ રાજય સરકાર દ્વારા એસ.ટી. નિગમમાં કંડકટર તરીકે નિમણૂંક અપાઇ રહી છે.
આગળ વાંચો મહિલા કંડકટર દિવસે જ ફરજ બજાવશે....

મહિ‌લા કંડકટર દિવસે જ ફરજ બજાવશે
ચાર દિવસની તાલીમ અપાશે

Related Photo Features << Previous1234567...4647Next >>

પક્ષીપ્રેમ

પક્ષીપ્રેમઃ ઈડરિયા ગઢ પર જઈ પક્ષીઓની સેવા કરતો યુવાન

Bhaskar News, Idar | Apr 27, 2013, 01:51AM IST
 
 

ઇડરના જીવદયા મિત્ર મંડળે અનોખો પ્રેમ દાખવ્યો છે.જેના ભાગરૂપે યુવાનો દરરોજ ઘરે ઘરે ફરીને પસ્તી ઉઘરાવી તેમાંથી જે આવક થાય તે પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીમાં ખર્ચે છે.
આ અંગે જીવદયા મિત્ર મંડળના ઉદય રૂપેરા, રોહિ‌ત રામી, કેવલ રાવલ સહિ‌તના યુવાનો કહે છે કે માણસને તરસ લાગે તો ગમે ત્યાં જઇને પાણી પી શકે છે. પરંતુ પશુ-પક્ષીઓ માટે તે શકય નથી. જેથી જીવદયા મિત્ર મંડળ શરૂ કરીને અમે લોકો દરરોજ ગામમાંથી પસ્તી ઉઘરાવીએ છીએ અને તેમાંથી જે આવક થાય છે તે દ્વારા દરરોજ પશુ-પક્ષીઓ માટે રોટલી, ચવાણુ, બિસ્કીટ અને પાણી ખરીદવામાં આવે છે.
ત્યારબાદ અમે બધા મિત્રો તે લઇને ઇડરીયાગઢ પર આવેલ મહાકાલેશ્વર, કર્ણનાથ મહાદેવ તેમજ અન્ય નર્જિન સ્થળે જઇને પક્ષી ઓને ખવડાવીએ છીએ. એટલુ જ નહિ‌ પણ અમારા આ સેવા યજ્ઞમાં લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો છે તેના કારણે અત્યારે અમારી પાસે રૂ.૬૦ હજારથી વધુનું ભંડોળ એકત્ર થયુ છે. ઉપરાંત અનેક સેવાભાવી લોકો પણ પક્ષીઓ માટે વિવિધ ચીજવસ્તુઓ આપી જાય છે.ખાસકરીને ઉનાળામાં જીવદયા મિત્ર મંડળ દ્વારા ડુંગર પર પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનો નિભાવ પણ રોજબરોજ કરાઇ રહ્યો છે. જેમાં ટીમ ભાવનાએ ખૂબ જ સહયોગ આપ્યો છે.

ઇડરના જીવદયા મિત્ર મંડળ દ્વારા ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા પોકેટમનીમાંથી કરવામાં આવે છે.-પ્રકાશ ગઢવી

 
 
 
 
 

B.K.News

મુંબઇ ગયેલા તબીબના મકાનમાં ૧૫ લાખની ચોરી

Bhaskar News, Doidar | Apr 27, 2013, 06:19AM IST
 
 

દિયોદરમાં લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને ચાર લાખ રોકડ લઇ ગયા

દિયોદરની જલારામપાર્ક સોસાયટી વિસ્તારમાં ખાનગી દવાખાનું  ચલાવતા એક તબીબના પોતાના દવાખાનાના ઉપરના માળે રહેણાંકના આવાસમાં ગુરુવારે રાત્રે તસ્કરો જાળી તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧૫.૫૧ લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી છે.
દિયોદરમાં ખાનગી દવાખાનું ચલાવતા ડૉ.. પ્રદિપભાઇ રામરતનભાઇ મહેશ્વરી બે દિવસ અગાઉ મુંબઇ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાંથી શુક્રવારે સવારે પરત આવતા હતા ત્યારે પોતાના ઘરે ચોરી થયા અંગે માલુમ પડ્યું હતું. તસ્કરોએ મકાનનાં નીચેના ભાગે જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં બારણાના લોક તોડી રૂમમાં જઇ તિજોરી તોડી તેમાં પડેલ રોકડા ચાર લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧૫,૫૧,૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ડૉ. પ્રદિપભાઇએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ડૉ.ગસ્કવા‹ડ એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.                       
તસ્કરો શું શું લઇ ગયા
રોકડા રૂપિયા ચાર લાખ, સોનાની ચેન ૧૦ નંગ, સોનાની લક્કી નંગ-૩, સોનાના ટોપલાં નંગ-૫, સોનાની બુટ્ટી, સોનાની વીંટી નંગ-૬, સોનાના પેન્ડલ નંગ-૭, ચાંદીની તોડી, ૫૦ ગ્રામ ચાંદીના સિક્કા નંગ-૬.
તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન
દિયોદરમાં તબીબીના ઘરે થયેલ ચોરીના ભેદ અંગે ચોરી કરનાર તસ્કરોએ માત્ર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ પલાયન થઇ જતા તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
તસ્કરો લેપ ટોપની બેગમાં ચોરીનો માલ લઇ ગયા
દિયોદરમાં તબીબના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં ચોરી કરવા માટે આવેલ તશ્કરો તબીબના ઘરમાં પડેલ લેપટોપ મૂકી લેપટોપની ખાલી બેગમાં રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાં ભરી પલાયન થઇ ગયા હતા.
તસ્વીર : તુષાર ત્રિવેદી

Arbuda Dham News


૧૬પ કિમી લાંબી માનવ સાંકળ રચાશે

સમગ્ર આંજણા પાટીદાર ચૌધરી સમાજનાં કુળદેવી અર્બુદા માતાજીના ભવ્ય મંદિર સંકુલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ચઢાવામાં આંજણા સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓએ મન મૂકીને માના ચરણોમાં રૂ.૭૦ લાખ જેટલી બોલી બોલતાં માતબર રકમ ચઢાવાથી એકઠી થઇ છે.
મહેસાણા - વિસનગર રોડ પર ગઢા-બાસણા સ્ટેન્ડ પાસે ભવ્ય અર્બુદા ધામનું નિર્માણ થઇ રહ્યું છે. આગામી ૧લી જૂનથી આ સંકુલનો ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે શ્રધ્ધાપૂર્વક યોજાશે. અર્બુદા ધામના નિર્માણ માટે રથ ફેરવાયો ત્યારે આંજણા સમાજના ધર્મપ્રેમીઓએ કુલ રૂ.૪ કરોડ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી છે. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મૂર્તિ‌ઓના યજમાન સહિ‌ત વિવિધ ચઢાવામાં પણ સમાજના અગ્રણીઓએ માતબર રકમની બોલી બોલી હતી અને રૂ.૭૦ લાખ જેટલી માતબર રકમ માના ચરણોમાં ધરી હતી. અર્બુદાધામના કન્વીનર નરસિંહભાઇ ચૌધરીના જણાવ્યું હતું કે, આ ભવ્ય મહોત્સવમાં અધ્ધરદેવી અર્બુદાધામ આબુ પર્વતથી માતાજીની જીવંત જ્યોત લાવવામાં આવશે. આ પ્રસંગે અધ્ધરદેવી આબુ પર્વતના ધામથી મહેસાણા નજીક નિર્માણ પામેલા અર્બુદાધામ સુધી ૧૬પ કિ.મી. માનવ સાંકળ રચાશે. જીવંત જ્યોતના પ્રસ્થાન સમયે સાંચોરના સાંસદ દેવજીભાઇ પટેલ, અખિલ આંજણા મહાસભાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી અમરારામજી ચૌધરી, અર્બુદાધામ (બાસણા)ના અધ્યક્ષ પ્રતાપભાઇ ચૌધરી સહિ‌ત સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેશે. ત્રણેય દિવસ હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે સમાજમાં સ્ત્રી-ભ્રુણ હત્યા નાબુદી માટે ૧લી જૂને રાત્રે ૯-૦૦ કલાકે મારી દીકરી લાડકવાયી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે રોટરી ક્લક અને બ્લડ બેંન્કના સહયોગથી ત્રણેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

 

Sandesh Main News Today


હરિદ્વારમાં મોદીએ કહ્યું :મહાકુંભમાં હાજરી ન આપી શક્યો તેનો અફસોસ
હરિદ્વારમાં મોદીએ કહ્યું :મહાકુંભમાં હાજરી ન આપી શક્યો તેનો અફસોસ યોગગુરુ બાબા રામદેવે શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભરપૂર વ...
19 hour(s) ago
Read Related : Narendra Modi   Baba Ramdev   Yoga Guru baba ramdev   patanjali yogpeeth   Haridwar   Saints   Uttarkhand   Congress   BJP  
મોદી આજે હરિદ્વારમાં,રામદેવ સાથે સંતોને પણ મળવાની શક્યતા
  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિદ્વાર જઈ રહ્યાં છે. મોદી હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ ય...
અમેરિકામાં આજમ ખાન સાથે ખરાબ વ્યવહાર! પાછા ફરવાની અપાઈ ધમકી
  ઉત્તર પ્રદેશ સરકારના નગર વિકાસ મંત્રી આજમ ખાન સાથે અમેરિકામાં ખરાબ વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આજમ ખાન...
બિહારમાં ૧૭ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારાઈ
  બે લોકોની હત્યાના આરોપમાં કોર્ટે ૧૭ લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. બિહારમાં સાત વર્ષ પહેલા .......
મેક્સિકોમાં બાળકો માટે બુલેટપ્રૂફ જેકેટ
  આવતા અઠવાડિયેથી મેક્સિકોમાં બાળકો માટે બુલેટપ્રૂફ જેકેટ મળતાં થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પાછલાં છ વર્ષોમાં સિત્ત...
પુતિને પાંચ કલાકમાં ૮૫ સવાલના જવાબ આપ્યા
  રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એક ટીવી ઇન્ટર્વ્યૂની વાર્ષિક ઇવેન્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ચાર કલાક અ...  

C P F Kapat

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. 



પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
 1. 12 અંકનો પ્રાણ નંબર
 2. I PASSWORD ( Internet Password )
 3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
https://cra-nsdl.com/CRA/
પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકોછો.    




Pravindabhani blogspot.com Thanks

Odit Messez



Our Thank Full Saujanya Pravin Dabhani Blog Spot