Saturday, April 27, 2013

નામાવલી ઓંનલાઇન

એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર એટેક કરી શકે છે

એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર એટેક કરી શકે છે

Apr 26, 2013 Offbeat
 

comment     E-Mail     Print    






Bookmark The Article

નવી દિલ્હી, તા. 26

દેશવિદેશમાં સાયબર એટેકનું જોર આજકાલ વધ્યું છે ત્યારે એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર ત્રાટકીને તમારાં બેન્કખાતાની ડિટેલ અને પાસવર્ડની ચોરી કરી શકે છે તેથી સાવધ રહેવા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર છુપાયેલા આ વાયરસ પર ક્લિક કરવાથી તે યૂઝર્સને મોટાપાયે નુકસાન પહોંચાડી શકે છે. બેન્ક એકાઉન્ટને હેક કરી શકે છે તેથી તેનાથી સાવધ રહેવા નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વાયરસ માલવેર ફેમિલી હોઈ શકે છે જેને 'વિન૩૨/રેમિટ' તરીકે ઓળખવામાં આવ્યો છે.
દેશની મુખ્ય સાયબર સિક્યોરિટી એજન્સી કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ-ઇન્ડિયા દ્વારા આ વાયરસથી સાવધ રહેવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રેમિટ વાયરસ ઈએક્સઈ અથવા તો એચટીએમએલમાં રહેલી ફાઈલોમાં ઇન્ફેક્શનથી ફેલાતો હોવાનું મનાય છે. આ વાયરસ ટ્રાન્સફર પ્રોટોકોલ પાસવર્ડ, બેન્ક એકાઉન્ટ લોગઇનમાંથી ડેટાની ચોરી કરે છે. સાથોસાથ ચેન્જ બ્રાઇઝર સેટિંગ્સ અને ડાઉનલોડ તેમજ રિમૂવેબલ મીડિયાને પણ અસર કરે છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાયરસ ઘણો ખતરનાક છે અને એન્ટિવાયરસ સોલ્યુશન્સમાં છુપાવાની ક્ષમતા ધરાવે છે. તે સિસ્ટમ અથવા તો ઇન્ટરનેટ કનેકશન પર જુદાં જુદાં સ્વરૃપે હુમલો કરી શકે છે. તેનાથી બચવા માટે યૂઝર્સે કોઈ અજાણ્યો કે શંકાસ્પદ ઈ-મેઈલ એટેચમેન્ટ ખોલવો નહિ તેમ નિષ્ણાતો કહે છે. યૂઝર્સે વેબ પેજિસ સર્ચ કરતી વખતે સાવધ રહેવા અને વિશ્વાસપાત્ર ન હોય તેવી સજઇટ્સ ન ખોલવા પણ ચેતવણી આપી છે.
 

New and Intrasting Blog

My New Blog :http://www.kishorvaland.blogspot.com

Thanks...

Friday, April 26, 2013

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

નવો ચીલોઃ હિંમતનગર ST ડિવિઝન દ્વારા ૬પ મહિ‌લા કંડકટરની નિમણૂંક કરાશે

1 of 3 Photos
હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા મહિ‌લા કંડકટરને રવિવારે નિમણૂંક પત્રો આપી તાલીમ અપાશે

શહેરમાં હવે તમને જો કોઈ બસમાં મહિ‌લા કંટકટર જોવા મળે તો નવાઈ ન પામતાં, હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વિભાગમાં ૬પ મહિ‌લા કંડકટરોને આગામી રવિવારે નિમણૂંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. મહિ‌લા કંડકટરો તાલીમ મેળવી ગણતરીના દિવસોમાં જ એસ.ટી.બસોમાં પોતાની ફરજનો શુભારંભ કરશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ હિંમતનગર એસ.ટી. ડિવિઝનના કન્ટ્રોલર કમલહસને જણાવ્યુ હતું કે આગામી તા.૨૮ એપ્રિલને રવિવારે બપોરે બે વાગે કચેરીના વેલ્ફર સેન્ટરમાં ૬પ મહિ‌લા કંડકટરોને નિમણૂંકપત્ર આપવાનો કાર્યક્રમ જિલ્લાના સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, નિગમના ડિરેકટરો કે.સી.પટેલ, કુ.કૌશલ્યાકુંવરબા વિગેરેની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિ‌લા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમમાં અત્યાર સુધી પુરૂષો જ ડ્રાઇવર-કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ હવેથી મહિ‌લાઓને પણ રાજય સરકાર દ્વારા એસ.ટી. નિગમમાં કંડકટર તરીકે નિમણૂંક અપાઇ રહી છે.
આગળ વાંચો મહિલા કંડકટર દિવસે જ ફરજ બજાવશે....

મહિ‌લા કંડકટર દિવસે જ ફરજ બજાવશે
ચાર દિવસની તાલીમ અપાશે

Related Photo Features << Previous1234567...4647Next >>

પક્ષીપ્રેમ

પક્ષીપ્રેમઃ ઈડરિયા ગઢ પર જઈ પક્ષીઓની સેવા કરતો યુવાન

Bhaskar News, Idar | Apr 27, 2013, 01:51AM IST
 
 

ઇડરના જીવદયા મિત્ર મંડળે અનોખો પ્રેમ દાખવ્યો છે.જેના ભાગરૂપે યુવાનો દરરોજ ઘરે ઘરે ફરીને પસ્તી ઉઘરાવી તેમાંથી જે આવક થાય તે પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીમાં ખર્ચે છે.
આ અંગે જીવદયા મિત્ર મંડળના ઉદય રૂપેરા, રોહિ‌ત રામી, કેવલ રાવલ સહિ‌તના યુવાનો કહે છે કે માણસને તરસ લાગે તો ગમે ત્યાં જઇને પાણી પી શકે છે. પરંતુ પશુ-પક્ષીઓ માટે તે શકય નથી. જેથી જીવદયા મિત્ર મંડળ શરૂ કરીને અમે લોકો દરરોજ ગામમાંથી પસ્તી ઉઘરાવીએ છીએ અને તેમાંથી જે આવક થાય છે તે દ્વારા દરરોજ પશુ-પક્ષીઓ માટે રોટલી, ચવાણુ, બિસ્કીટ અને પાણી ખરીદવામાં આવે છે.
ત્યારબાદ અમે બધા મિત્રો તે લઇને ઇડરીયાગઢ પર આવેલ મહાકાલેશ્વર, કર્ણનાથ મહાદેવ તેમજ અન્ય નર્જિન સ્થળે જઇને પક્ષી ઓને ખવડાવીએ છીએ. એટલુ જ નહિ‌ પણ અમારા આ સેવા યજ્ઞમાં લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો છે તેના કારણે અત્યારે અમારી પાસે રૂ.૬૦ હજારથી વધુનું ભંડોળ એકત્ર થયુ છે. ઉપરાંત અનેક સેવાભાવી લોકો પણ પક્ષીઓ માટે વિવિધ ચીજવસ્તુઓ આપી જાય છે.ખાસકરીને ઉનાળામાં જીવદયા મિત્ર મંડળ દ્વારા ડુંગર પર પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનો નિભાવ પણ રોજબરોજ કરાઇ રહ્યો છે. જેમાં ટીમ ભાવનાએ ખૂબ જ સહયોગ આપ્યો છે.

ઇડરના જીવદયા મિત્ર મંડળ દ્વારા ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા પોકેટમનીમાંથી કરવામાં આવે છે.-પ્રકાશ ગઢવી

 
 
 
 
 

B.K.News

મુંબઇ ગયેલા તબીબના મકાનમાં ૧૫ લાખની ચોરી

Bhaskar News, Doidar | Apr 27, 2013, 06:19AM IST
 
 

દિયોદરમાં લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને ચાર લાખ રોકડ લઇ ગયા

દિયોદરની જલારામપાર્ક સોસાયટી વિસ્તારમાં ખાનગી દવાખાનું  ચલાવતા એક તબીબના પોતાના દવાખાનાના ઉપરના માળે રહેણાંકના આવાસમાં ગુરુવારે રાત્રે તસ્કરો જાળી તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧૫.૫૧ લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી છે.
દિયોદરમાં ખાનગી દવાખાનું ચલાવતા ડૉ.. પ્રદિપભાઇ રામરતનભાઇ મહેશ્વરી બે દિવસ અગાઉ મુંબઇ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાંથી શુક્રવારે સવારે પરત આવતા હતા ત્યારે પોતાના ઘરે ચોરી થયા અંગે માલુમ પડ્યું હતું. તસ્કરોએ મકાનનાં નીચેના ભાગે જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં બારણાના લોક તોડી રૂમમાં જઇ તિજોરી તોડી તેમાં પડેલ રોકડા ચાર લાખ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧૫,૫૧,૦૦૦ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ડૉ. પ્રદિપભાઇએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ડૉ.ગસ્કવા‹ડ એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.                       
તસ્કરો શું શું લઇ ગયા
રોકડા રૂપિયા ચાર લાખ, સોનાની ચેન ૧૦ નંગ, સોનાની લક્કી નંગ-૩, સોનાના ટોપલાં નંગ-૫, સોનાની બુટ્ટી, સોનાની વીંટી નંગ-૬, સોનાના પેન્ડલ નંગ-૭, ચાંદીની તોડી, ૫૦ ગ્રામ ચાંદીના સિક્કા નંગ-૬.
તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન
દિયોદરમાં તબીબીના ઘરે થયેલ ચોરીના ભેદ અંગે ચોરી કરનાર તસ્કરોએ માત્ર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ પલાયન થઇ જતા તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
તસ્કરો લેપ ટોપની બેગમાં ચોરીનો માલ લઇ ગયા
દિયોદરમાં તબીબના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં ચોરી કરવા માટે આવેલ તશ્કરો તબીબના ઘરમાં પડેલ લેપટોપ મૂકી લેપટોપની ખાલી બેગમાં રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાં ભરી પલાયન થઇ ગયા હતા.
તસ્વીર : તુષાર ત્રિવેદી