|
||||||||||||||||
|
||||||||||||||||
|
નવી દિલ્હી, તા. 26
દેશવિદેશમાં સાયબર એટેકનું જોર આજકાલ વધ્યું છે ત્યારે એક નવો વાયરસ તમારા બેન્ક એકાઉન્ટ પર ત્રાટકીને તમારાં બેન્કખાતાની ડિટેલ અને પાસવર્ડની ચોરી કરી શકે છે તેથી સાવધ રહેવા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇન્ટરનેટ પર છુપાયેલા આ વાયરસ પર ક્લિક કરવાથી તે યૂઝર્સને મોટાપાયે નુકસાન પહોંચાડી શકે છે. બેન્ક એકાઉન્ટને હેક કરી શકે છે તેથી તેનાથી સાવધ રહેવા નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વાયરસ માલવેર ફેમિલી હોઈ શકે છે જેને 'વિન૩૨/રેમિટ' તરીકે ઓળખવામાં આવ્યો છે.
દેશની મુખ્ય સાયબર સિક્યોરિટી એજન્સી કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ-ઇન્ડિયા દ્વારા આ વાયરસથી સાવધ રહેવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રેમિટ વાયરસ ઈએક્સઈ અથવા તો એચટીએમએલમાં રહેલી ફાઈલોમાં ઇન્ફેક્શનથી ફેલાતો હોવાનું મનાય છે. આ વાયરસ ટ્રાન્સફર પ્રોટોકોલ પાસવર્ડ, બેન્ક એકાઉન્ટ લોગઇનમાંથી ડેટાની ચોરી કરે છે. સાથોસાથ ચેન્જ બ્રાઇઝર સેટિંગ્સ અને ડાઉનલોડ તેમજ રિમૂવેબલ મીડિયાને પણ અસર કરે છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાયરસ ઘણો ખતરનાક છે અને એન્ટિવાયરસ સોલ્યુશન્સમાં છુપાવાની ક્ષમતા ધરાવે છે. તે સિસ્ટમ અથવા તો ઇન્ટરનેટ કનેકશન પર જુદાં જુદાં સ્વરૃપે હુમલો કરી શકે છે. તેનાથી બચવા માટે યૂઝર્સે કોઈ અજાણ્યો કે શંકાસ્પદ ઈ-મેઈલ એટેચમેન્ટ ખોલવો નહિ તેમ નિષ્ણાતો કહે છે. યૂઝર્સે વેબ પેજિસ સર્ચ કરતી વખતે સાવધ રહેવા અને વિશ્વાસપાત્ર ન હોય તેવી સજઇટ્સ ન ખોલવા પણ ચેતવણી આપી છે.
No comments:
Post a Comment