Sunday, April 21, 2013

Today Palanpur B.K. News

પાલનપુર તા.ર૧  
પાલનપુરમાં બારડપુરા,ભકતોની લીમડી સહીતના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યા સંદર્ભે મહિલાઓએ વારંવાર પાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ તેમના વિસ્તારમાં પીવાનું પાણી પુરતાં પ્રમાણમાં ન મળતાં આખરે ગત સમી સાંજના સુમારે એકસોથી વધુ મહિલાઓનું ટોળું શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં એકઠું થઈને આવ્યું હતું.
  • બારડપુરા, ભકતોની લીમડી સહિતના વિસ્તારોમાં રજૂઆતો છતાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં રોષ
જયાં તેમણે પાલિકાના સત્તાધીશોના શાસન સામે વિરોધ પ્રદર્શિત કરીને માટલા ફોડયા હતા અને પાલિકાના સત્તાધીશોની સખ્ત શબ્દોમાં સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દોડી આવી હતી અને િદિલ્હીગેટ ચોક વચ્ચે માટલા ફોડવામાં આવતાં અને મહિલાઓનું ટોળું એક થઈ જતાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.જેથી પોલીસે મહિલાઓને રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યા છતાં મહિલાઓ પાણી પાણીના પોકાર ચાલુ રાખતાં મહિલાઓ અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું.આમ પાલનપુરમાં પાલિકા તંત્રની અણઆવડત ગણો કે વહીવટીય ખામી પણ શહેરીજનોને સુખાકારીની સવલતો આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ પુરવાર થઈ રહયું છે અને માત્ર ખીસા ગરમ કરવામાં જ વ્યસ્ત હોવાની રાવ ઉઠવા પામી છે.
 
      Sandesh News 22/4/2013

No comments: