Friday, April 26, 2013

પક્ષીપ્રેમ

પક્ષીપ્રેમઃ ઈડરિયા ગઢ પર જઈ પક્ષીઓની સેવા કરતો યુવાન

Bhaskar News, Idar | Apr 27, 2013, 01:51AM IST
 
 

ઇડરના જીવદયા મિત્ર મંડળે અનોખો પ્રેમ દાખવ્યો છે.જેના ભાગરૂપે યુવાનો દરરોજ ઘરે ઘરે ફરીને પસ્તી ઉઘરાવી તેમાંથી જે આવક થાય તે પશુ-પક્ષીઓ માટે ભોજન અને પાણીમાં ખર્ચે છે.
આ અંગે જીવદયા મિત્ર મંડળના ઉદય રૂપેરા, રોહિ‌ત રામી, કેવલ રાવલ સહિ‌તના યુવાનો કહે છે કે માણસને તરસ લાગે તો ગમે ત્યાં જઇને પાણી પી શકે છે. પરંતુ પશુ-પક્ષીઓ માટે તે શકય નથી. જેથી જીવદયા મિત્ર મંડળ શરૂ કરીને અમે લોકો દરરોજ ગામમાંથી પસ્તી ઉઘરાવીએ છીએ અને તેમાંથી જે આવક થાય છે તે દ્વારા દરરોજ પશુ-પક્ષીઓ માટે રોટલી, ચવાણુ, બિસ્કીટ અને પાણી ખરીદવામાં આવે છે.
ત્યારબાદ અમે બધા મિત્રો તે લઇને ઇડરીયાગઢ પર આવેલ મહાકાલેશ્વર, કર્ણનાથ મહાદેવ તેમજ અન્ય નર્જિન સ્થળે જઇને પક્ષી ઓને ખવડાવીએ છીએ. એટલુ જ નહિ‌ પણ અમારા આ સેવા યજ્ઞમાં લોકોએ ખૂબ જ સહયોગ આપ્યો છે તેના કારણે અત્યારે અમારી પાસે રૂ.૬૦ હજારથી વધુનું ભંડોળ એકત્ર થયુ છે. ઉપરાંત અનેક સેવાભાવી લોકો પણ પક્ષીઓ માટે વિવિધ ચીજવસ્તુઓ આપી જાય છે.ખાસકરીને ઉનાળામાં જીવદયા મિત્ર મંડળ દ્વારા ડુંગર પર પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનો નિભાવ પણ રોજબરોજ કરાઇ રહ્યો છે. જેમાં ટીમ ભાવનાએ ખૂબ જ સહયોગ આપ્યો છે.

ઇડરના જીવદયા મિત્ર મંડળ દ્વારા ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા પોકેટમનીમાંથી કરવામાં આવે છે.-પ્રકાશ ગઢવી

 
 
 
 
 

No comments: