હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા મહિલા કંડકટરને રવિવારે નિમણૂંક પત્રો આપી તાલીમ અપાશે
શહેરમાં હવે તમને જો કોઈ બસમાં મહિલા કંટકટર જોવા મળે તો નવાઈ ન પામતાં,
હિંમતનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વિભાગમાં ૬પ મહિલા કંડકટરોને આગામી રવિવારે
નિમણૂંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે. મહિલા કંડકટરો તાલીમ
મેળવી ગણતરીના દિવસોમાં જ એસ.ટી.બસોમાં પોતાની ફરજનો શુભારંભ કરશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિંમતનગર એસ.ટી. ડિવિઝનના
કન્ટ્રોલર કમલહસને જણાવ્યુ હતું કે આગામી તા.૨૮ એપ્રિલને રવિવારે બપોરે બે
વાગે કચેરીના વેલ્ફર સેન્ટરમાં ૬પ મહિલા કંડકટરોને નિમણૂંકપત્ર આપવાનો
કાર્યક્રમ જિલ્લાના સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, નિગમના ડિરેકટરો
કે.સી.પટેલ, કુ.કૌશલ્યાકુંવરબા વિગેરેની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહિલા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમમાં અત્યાર સુધી પુરૂષો જ
ડ્રાઇવર-કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ હવેથી મહિલાઓને પણ રાજય સરકાર
દ્વારા એસ.ટી. નિગમમાં કંડકટર તરીકે નિમણૂંક અપાઇ રહી છે.
આગળ વાંચો મહિલા કંડકટર દિવસે જ ફરજ બજાવશે....
મહિલા કંડકટર દિવસે જ ફરજ બજાવશે
ચાર દિવસની તાલીમ અપાશે
No comments:
Post a Comment